Warning: file_put_contents(dlcache/%2Fdownload%2Fshree-vasudev-vimalamrut-hemant-joshi-%25E0%25A4%25B6-%25E0%25A4%25B0-%25E0%25A4%25B5-%25E0%25A4%25B8-%25E0%25A4%25A6-%25E0%25A4%25B5-%25E0%25A4%25B5-%25E0%25A4%25AE%25E0%25A4%25B2-%25E0%25A4%25AE-%25E0%25A4%25A4-%25E0%25A4%25B9-%25E0%25A4%25AE-%25E0%25A4%25A4-%25E0%25A4%259C-%25E0%25A4%25B7%2FPphD7cMQuLV-c59cd27cae793497e809753a72a51706): failed to open stream: File name too long in /home/ringmobi/public_html/download_main.php on line 19
Shree Vasudev Vimalamrut | Hemant Joshi | श्री वासुदेव विमलामृत | हेमंत जोषी - Download Free - www.ringmobi.comPlease Like-Share- Subscribe my video and get connected with my all new musical events.Thank You સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ ની સંધ્યા આરતી શ્રી શતાનંદ સ્વામી વિરચિત વખતે શ્રી વાસુદેવ વિમલામૃત સ્તોત્ર સહુ કોઈ હરિભક્તો-સંતો દ્વારા પારંપરિક ઢાળ આ ગાવામાં આવે છે.અત્રે પ્રસ્તુત આ સ્તોત્ર ને અલગ કમ્પોઝીશન માં રજુ કર્યું છે.આશા છે કે આપને ગમશે. Information : Singer/Composer /Mixed : Hemant Joshi ( Half Blood Prince ) Song : Shree Vasudev Vimalamrut Lyrics : Shree Shatanand Swami ભાવાંતર : શ્રીવાસુદેવ – વિમલામૃત – ધામવાસમ્   નારાયણં નરકતારણ – નામધેયમ્ । શ્યામં સિતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ   ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥૧॥ હે વાસુદેવ! દિવ્ય વિશુદ્ધ અક્ષરધામમાં નિવાસ કરનારા, નરકથી તારનારા, નારાયણ જેનું નામ છે, તેમ જ શ્યામ તથા શ્વેત વર્ણવાળા, હંમેશાં બે ભુજાઓથી શોભનાર, કોઈ વાર ચાર ભુજાથી શોભતા, ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. (૧) શિક્ષાર્થમત્ર નિજભક્તિમતાં નરાણામ્   એકાન્ત-ધર્મમખિલં પરિશીલયન્તમ્ । અષ્ટાંગયોગ - કલનાશ્ચ મહાવ્રતાનિ   ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥૨॥ આ લોકમાં પોતાને વિષે ભક્તિવાળા ભક્તજનોની શિક્ષાને અર્થે સંપૂર્ણ એકાંતિક ધર્મ તથા અષ્ટાંગ યોગની સકળ કલાઓને તેમ જ અહિંસા બ્રહ્મચર્યાદિ મહાવ્રતોને પોતાના આચરણથી ભક્તોને શીખવતા એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. (૨) શ્વાસેન સાક – મનુલોમ – વિલોમવૃત્ત્યા   સ્વાન્તર્બહિશ્ચ ભગવત્યુરુધા નિજસ્ય । પૂરે ગતાગત – જલામ્બુધિનોપમેયં   ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥૩॥ શ્વાચ્છોચ્છ્‌વાસે સહિત પોતાના અંતઃકરણમાં અને બહાર નેત્ર આગળ, પોતાની જે ભગવાનમાં વારે વારે અનુલોમ-પ્રતિલોમ વૃત્તિ વર્તે છે, તેણે કરીને ભરતીમાં જતું-આવતું જળ જેનું છે એવા સમુદ્રની સાથે ઉપમા આપવા યોગ્ય એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. (૩) બાહ્યાન્તરિન્દ્રિયગણ – શ્વસનાધિદૈવ –   વૃત્યુદ્‌ભવ-સ્થિતિલયાનપિ જાયમાનાન્ । સ્થિત્વા તતઃ સ્વમહસા પૃથગીક્ષમાણં   ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥૪॥ બાહ્ય અને આંતર ઇન્દ્રિયોના સમૂહો, પ્રાણ અપાનાદિ વાયુ તથા ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતા - તે સર્વેની વિવિધ વૃત્તિઓની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને તે સર્વેથી પૃથક્-નિર્લેપ (સ્વસ્વરૂપમાં સ્થિર) રહીને સ્વપ્રતાપથી સાક્ષાત્ જોનારા એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. (૪) માયામયા – કૃતિતમોઽશુભવાસનાનાં   કર્તું નિષેધમુરુધા – ભગવત્સ્વરૂપે । નિર્બીજ-સાંખ્યમત-યોગગ-યુક્તિભાજં   ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥૫॥ ભગવાનના સ્વરૂપમાં માયિક આકૃતિ, અજ્ઞાનરૂપી અંધકાર અને અશુભ વાસના આદિ દુર્ગુણોનો સારી રીતે નિષેધ કરવા માટે જ નિર્બીજ એવા સાંખ્ય અને યોગના મતની યુક્તિઓનું પ્રતિપાદન કરનારા એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. (૫) દિવ્યાકૃતિત્વ – સુમહસ્ ત્વસુવાસનાનાં   સમ્યગ્વિધિં પ્રથયિતું ચ પતૌ રમાયાઃ । સાલમ્બસાંખ્યપથ – યોગસુયુક્તિભાજં   ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥૬॥ રમાપતિ ભગવાનને વિષે દિવ્ય આકૃતિપણું, પ્રૌઢ પ્રતાપ અને સત્ય સંકલ્પત્વાદિ ગુણોના વિધાનની સારી રીતે પુષ્ટિ કરવા માટે સબીજ સાંખ્ય અને યોગના માર્ગની સુંદર યુક્તિઓનું પ્રતિપાદન કરનારા એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. (૬) કામાર્ત્ત – તસ્કર – નટવ્યસનિ – દ્વિષન્તઃ   સ્વસ્વાર્થ-સિદ્ધિમિવ ચેતસિ નિત્યમેવ । નારાયણં પરમયૈવ મુદા સ્મરન્તં   ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥૭॥ કામાતુર, ચોર, નટ, વ્યસની અને દ્વૈષી જનો જેમ પોતાના સ્વાર્થની સિદ્ધિનું જ ચિત્તમાં હંમેશાં ચિંતવન કર્યા જ કરે છે તેમ ‘નારાયણ’નું જ અતિ પ્રેમપૂર્વક અખંડ સ્મરણ કરતા એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. (૭) સાધ્વી-ચકોર-શલભાસ્તિમિ-કાલકંઠ-   કોકા નિજેષ્ટવિષયેષુ યથૈવ લગ્નાઃ । મૂર્તૌ તથા ભગવતોઽત્ર મુદાતિલગ્નં   ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥૮॥ સાધ્વી સ્ત્રી, ચકોર પક્ષી, પતંગિયું, માછલું, મોર અને ચક્રવાક પક્ષી પોતપોતાના ઇષ્ટ વિષયમાં જેમ સંલગ્ન રહે છે તેમ આ લોકમાં ભગવાનના સ્વરૂપમાં પ્રસન્નતાપૂર્વક સંલગ્ન (તલ્લીન) રહેનારા એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. (૮) સ્નેહાતુરસ્ત્વથ ભયાતુર આમયાવી   યદ્વત્ ક્ષુધાતુરજનશ્ચ વિહાય માનમ્ । દૈન્યં ભજેયુરિહ સત્સુ તથા ચરન્તં   ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥૯॥ સ્નેહાતુર, ભયાતુર, રોગી અને ભૂખ્યા જનો જેમ સ્વમાનનો ત્યાગ કરી આ લોકમાં દીનતા રાખે છે, તેમ આ લોકમાં એકાંતિક સંતો આગળ સ્વમાનનો પરિત્યાગ કરી દીનભાવે વર્તનારા એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. (૯) ધર્મસ્થિતૈ – રુપગતૈ ર્બૃહતા નિજૈક્યં   સેવ્યો હરિઃ સિતમહઃસ્થિતદિવ્યમૂર્તિઃ । શબ્દાદ્યરાગિભિરિતિ સ્વમતં વદન્તં   ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥૧૦॥ ધર્મમાં રહેનારાઓએ તથા બૃહદ્ અક્ષરબ્રહ્મની સાથે પોતાની આત્માની એકતાને પામેલા પુરુષોએ તથા શબ્દાદિ પંચવિષયમાં અનાસક્ત એવા જનોએ પણ (અક્ષરધામના) શ્વેત (ઉજ્જવળ) તેજમાં વિરાજમાન દિવ્ય મૂર્તિ શ્રીહરિ જ એકમાત્ર ઉપાસના કરવા યોગ્ય છે એમ પોતાના મતને કહેનારા એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. (૧૦) સદ્‌ગ્રન્થનિત્ય-પઠનશ્રવણાદિ – સક્તં   બ્રાહ્મીં ચ સત્સદસિ શાસતમત્ર વિદ્યામ્ । સંસારજાલ – પતિતાખિલ – જીવબન્ધો   ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥૧૧॥ સદ્‌ગ્રંથોનાં નિત્ય વાંચન અને શ્રવણ આદિમાં આસક્ત તથા સંતોની સભામાં બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપનારા એવા, સંસારની જાળમાં ફસાયેલા જીવોના હે બંધુ! તારણહાર! ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. (૧૧)

Classical

One Man Show

Hanuman Chalisa

Lok Sahitya

Folklore

Gujarati Geet

Sanskrit Shloka

Shloka

Stavan

Tandav

स्वामीनारायण

swaminarayan

sanskrit

vasudev vimlamrut

latest hindi video

viral hindi video

hemant joshi viral video

hemant joshi breathless

hemant joshi music

hemant joshi vdo 2020

breathless

t series

bhakti sagar

latest swaminarayan song

ghanshyam maharaj

storam

sanskrut stotra

free

ghanshyam maharaj song

aaj mare orde re

vachnamrut